ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે 40,500નો શરબનો જથ્થો ઝડપ્યો
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ગાંધીધામ હાઇવે સર્વિસ રોડ હાજીપીર હોટેલ પાસે આવતા કાળા કલરની GJ-03-CR-6155 જેટ્ટા ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ હાલતમાં સર્વિસ રોડ પર આવતી નજરે પડતાં પોલીસે હાથનો ઈશારો કરી ગાડી ઊભી રખાવવાનો પ્રયત્ન કરતાં ચાલકે ગાડી ઊભી ન રાખી ગાંધીધામ-ભચાઉ હાઈવે તરફ નાસી ગયેલ હતો. જેથી પોલીસ ઉપરોક્ત ગાડીની શોધખોળમાં હતી તે દરમિયાન ગાડી સામા હોટલ નજીક સર્વિસ રોડ પર પડી હતી. જોકે આરોપી નાસી ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશીદારૂની 108 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની 108 બોટલો કિ.રૂ.40500 તથા ગાડીની કિ.300,000 મળી કુલ કિ.રૂ.340,500નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.