ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે પાણીના પ્લાન્ટમાથી દારૂ ઝડપ્યો
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ગાંધીધામ જુની સુંદરપુરીમાં આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જુની સુંદરપુરીમાં અંબે માતાજીનાં મંદિરની બાજુમાં આવેલ ચોકમાં નરેશ ઉર્ફે નરશી પાલાભાઈ સીંચનું પાણીનું પ્લાન્ટ આવેલ છે. આરોપી આ પ્લાન્ટમાં વિદેશી દારૂની બોટલો વેચાણ અર્થે રાખેલ છે. પોલીસે બાતમીના આધારે સુંદરપુરી અંબે માતાજીનાં મંદિરની પાછળના ભાગે આવેલ પાણીના પ્લાન્ટ પર દરોડો પાડ્યો હતો. પોલીસે પાણીના પ્લાન્ટમાં તપાસ કરતાં પ્લાન્ટના પાછળના રૂમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 7 બોટલો મળી આવી હતી. જ્યારે આરોપી દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દારૂની 7 બોટલ કી.રૂ.2625નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.