મુન્દ્રામાં યુવક પાસેથી ઊંચા વ્યાજદરે નાણાં ઉઘરાવી ધાકધમકી કરતાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અંગે મુન્દ્રામાં રહેતા અબ્દુલ શકુર ઇમદાદ ખત્રિએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ સીલાઈ કામ તથા કાપડનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તેમને સાડા ત્રણ વર્ષ અગાઉ રૂપિયાની જરૂરત હોતા તેમને મંગરામાં રહેતા તેમના મિત્ર શિવુભા પ્રાગજી રાઠોડ જેઓ જમીનનું તથા વ્યાજનો ધંધો કરતાં હોઈ તેમની પાસેથી 10 ટકાના દરે 2,50,000રૂપિયા લીધેલ હતા. જેનો વ્યાજ ફરિયાદી નિયમિત રીતે ભરપાઈ કરતાં હતા પરંતુ લોક ડાઉનના કારણે તેમનો ધંધો ઠપ થઈ જતાં તેઓ શિવુભાને વ્યાજના રૂપિયાની ચુકવણી કરી શક્યા ન હતા.જેથી આરોપી શિવુભાએ ફરિયાદી પાસેથી પઠાણી ઉઘરાણી કરી ટુકડે ટુકડે 6 લાખ જેટલા રૂપિયા પડાવી લીધા હતા છતાં પણ હજુ રૂપિયા લેવાના બાકી છે કહી ફરિયાદીને દબાણ કરી ધાક-ધમકીઓ કરતાં હતા. ઉપરાંત આરોપીએ ફરિયાદીના માલીકીની  ક્રેટા ગાડી નોટરી લખાણ કરી પડાવી લીધેલ હતી તેમજ ફરિયાદી પાસેથી કોરો ચેક પણ લીધેલ હતો. જેથી ફરિયાદી કંટાડી મુંબઈ ચાલ્યા ગયા હતા. આ દરમિયાન આરોપી ફોન દ્વારા તથા ફરિયાદીના ઘરે જઈ તેમના પત્ની તથા તેમના દીકરા દીકરીની હાજરીમાં રૂપિયા આપી દેવા ધાક-ધમકીઓ કરતો હતો. ફરીઓયાદી મુંબઈથી પરત ફરતા શિવુભાએ ફરિયાદી પાસેથી મેળવેલ ચેકમાં 14,00,000ની રકમ ભરી ચેક બાઉન્સ કરાવી ખોટો કેશ કર્યો હતો. આ અંગે મુંદ્રા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.