વર્ષ -૨૦૨૨ માં પકડાયેલ ઇંગ્લીશ દારૂનો નાશ કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ-ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ-અંજા૨ નાઓના માર્ગદર્શન મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુન્હાઓ કામે પકડાયેલ ૫૨ પ્રાંતિય ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા નામદાર કોર્ટના હુકમ મુજબ શ્રી મેહુલ દેસાઇ એસ.ડી.એમ. અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ-અંજાર તથા શ્રી એમ.એન.દવે પોલીસ ઈન્સ્પેક્ટર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આઈ.એચ.ડોડીયા નશાબંધી અને આબકારી અંજા૨નાઓની રૂબરૂમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં તારીખ:૦૧/૦૧/૨૦૨૨ થી તારીખ:૩૧/૧૨/૨૦૨૨ સુધી પકડાયેલ ૫૨ પ્રાંતિય ઈંગ્લીશ દારૂની બોટલો નંગ –૨૮,૦૯૦ તથા બીયર ટીન નંગ-૭,૪૦૬ કુલ્લે કિ.રૂ.૧,૧૫,૫૮,૦૫૦/- ના મુદ્દામાલનો નાશ શિણાય સીમ વિસ્તા૨ મધ્યે કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગી૨ીમાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.દવે તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.