નાડાપાની ફેક્ટરીમાં યુવક પર ડમ્પર ફરી વળતાં મોત નીપજયું
નાડાપામાં ચાઈનાકલે ફેક્ટરીમાં યુવક પર ડમ્પર ફરી જતાં કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ અંગે તૌફીક રફેક મોહમ્મદના જણાવ્યા મુજબ અંજારના ટ્રાન્સપોર્ટ નગરમાં રહેતા 23 વર્ષીય ફિરોજ અલી માસુકનું નાડાપા ચાઈનાકલે ફેક્ટરીમાં ડમ્પર નીચે આવી જતા મોત થયું હતું. મારણજનાર મામાના દીકરા સાથે નાડાપા કોલેટી ફેક્ટરીમાં ગાડી ભરવા ગયા બાદ બંને ગાડીમાં સુઈ ગયા હતા. તે સમય દરમિયાન કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે હતભાગી પર ડમ્પર ચડાવી દીધું હતું. જેથી તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત ઘોષિત કર્યો હતો.