ઇંગ્લીશ દારૂના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી- જામનગર-એલ.સી.બી.
પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ- રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના આપેલ હોય,જેથી જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી.જે.વી.ચૌધરી નાઓ તથા પો.સબ ઇન્સ શ્રી.એસ.પી.ગોહિલ તથા પો.સબ ઇન્સ શ્રી પી.એન.મોરી નાઓ તથા સ્ટાફના માણસો ફરાર આરોપીઓ પકડી પાડવા કાર્યરત હતા
દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના અશોકભાઇ સોલંકી, ધાનાભાઇ મોરી,ધનશ્યામભાઇ ડેરવાળીયા નાઓને મળેલ હકિકત આધારે મેધપર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ૧૦ મહિનાથી ફરાર આરોપી- રમેશભા ભારાભા વાઘેર દ્વારકા વાળો હૈમુસર ગામે તેઓના રહેણાક મકાને આવેલ હોવાની હકિકત આધારે પકડી પાડી પો.હેડ કોન્સ અશોકભાઇ સોલંકી એ કાયદેસર કાર્યવાહી કરેલ છે.