જામનગર શહેરમાં દેશી દારૂનું પીઠા ઉપર > રેઇડ કરી. દારૂ પીનાર ઇસમો તથા પીઠુ ચલાવનાર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી રૂ.૧૦,૫૨૦/- નો મુદામાલ કબજે કરતી એલ.સી.બી. જામનગર

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય,જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લામાં પ્રોહીનીબદી નાબુદ કરવા એલ.સી.બી.પો.ઇન્સ.શ્રીને સુચના કરતા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી નાઓ તથા સ્ટાફના માણસો જામનગર શહેરમાં પ્રોહીના કેસો શોધવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના હરદીપભાઇ ધાધલ, શીવભદ્રસિંહ જાડેજા, ફીરોજભાઇ ખફી નાઓને બાતમીરાહે હકિકત મળેલ કે, જામનગર જુના રેલ્વે સ્ટેશન પાસે વેલનગર-૧ માં રહેતા જીજ્ઞેશ ઉર્ફે જીગો નરશીભાઇ રાઠોડ નામનો ઇસમ પોતાની કબજાની દુકાનમાં દેશી દારૂ પીવાનું પીઠુ ખોલી દારૂ પીવા માટે માણસોને વ્યવસ્થા કરી આપી,દારૂનુ પીઠુ ચલાવતા હોવાની હકિકત આધારે રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ