જામ પંચ બી ડીવી પો.સ્ટે ના ચોરીમાં ગયેલ આઇસર ટ્રક રજી ને HR-68-B-4601 ની કિ.રૂ ૯,૫૦,૦૦૦/ ની ચોરી કરનાર બન્ને આરોપીઓને આઇશર સાથે પકડી પાડતી પંચકોશી “બી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ જામનગર જીલ્લા મા દાખલ થયેલ ચોરીના અનડીટેકટ ગુન્હા શોધી કાઢી ચોરીમા ગયેલ મુદામાલ રીકવર કરી ફરિયાદીને તાત્કાલીક પરત અપાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ જામનગર જીલ્લા મા દાખલ થયેલ ચોરીના ગુન્હા તાત્કાલીક શોધી કાઢી આરોપી પકડી પાડી ચોરીમા ગયેલ મુદામાલ રિકવર કરી ફરિયાદીને તાત્કાલીક પરત અપાવવા સૂચના કરવામાં આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.વાઘેલા સાહેબ જામ ગ્રામ્ય વિભાગનાઓ તથા સર્કલ પો.ઇન્સ. શ્રી એમ.આર.રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ જામ પંચ.બી.ડીવી.પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. એમ.એ.મોરી સાહેબ ની રાહબરી હેઠળ જામ પંચ બી ડીવી પો.સ્ટે નો સ્ટાફ જામ પંચ બી ડીવી પો.સ્ટેમા દાખલ થયેલ ગુન્હો ડિટેકટ કરી ચોરીમા ગયેલ મુદામાલ રીકવર કરવા અંગે ખાનગી બાતમીદારોથી સોર્સ મેળવી વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પંચકોશી “બી” પોલીસ સ્ટેશન ના પો.હેડકોન્સ નિર્મળસિંહ બી જાડેજા તથા ખીમાભાઇ જોગલ તથા સુમિતભાઇ શિયાર નાઓને ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે ચોરી થયેલ આઇશરની વિરમ ઉર્ફે વિરમો કરણાભાઇ ભાગરા રહે. ભલસાણ બેરાજા વાળો તથા જયેશ બાબુભાઇ રાઠોડ રહે, રાજકોટ વાળાએ સાથે મળી ચોરી કરેલ છે. તે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હર્ષદપુર ગામ પાસે પહોંચતા સાથેના પો.હેડકોન્સ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા મહાવિરસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા નાઓને હકિકત મળેલ કે વિરમ ઉર્ફે વિરમો કરણાભાઇ ભાગરા રહે. ભલસાણબેરાજા વાળો તથા જયેશ બાબુભાઇ રાઠોડ રહે. રાજકોટ વાળો ચોરી કરેલ આઇસર લઇ ભલસાણ બાજુથી હર્ષદપુર બાજુ આવે છે, જે હકિકત આધારે બન્ને આરોપીઓને પકડી પાડી ચોરીમા ગયેલ તમામ મુદામાલ રીકવર કરી આગળ ની કાર્યવાહી ચાલુ છે.