ઇ-ગુજકોપ,પોકેટકોપ ની મદદથી જામનગર શહેર માથી બે મો.સા.ની ચોરી કરનાર બે ઇસમો તથા બંને ચોરાવ મો.સા.લેનાર બે ઇસમો મળી કુલ ચાર ઇસમોને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ
શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ અન ડીટેકટ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના ગુન્હા શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા થી પ્રેમસુખ ડેલું સાહેબ નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચેક કરી વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી જે.વી ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ શ્રી એમ પી.ગોહિલ તથા પો.સા. શ્રી પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના અને ડીટેકટ ગુન્હા શૌધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ દિલીપભાઇ તલાવડીયા તથા હીતેન્દ્રસિંહ જાડેજા તથા એ.એસ.આઇ.સંજયસિંહ વાળા ને હકિકત મળેલ કે જામનગર શહેરમાં તારમામદ સોસાયી જમાતખાના પાસે ચોરી કરનાર ઇસમો (૧) ચશ પ્રકાશભાઇ જડીયા સોની (ર) આશીફ અલીભાઇ બ્લોચ મકરાણી જામનગર વાળા બંને સાથે મળી આશીફની વાસ્યા રીક્ષા નં જી.જે.૧૦ ટી.ડબલ્યુ ૧૮૦૫ મા બેસી સ્થળ ઉપર જઇ વાહન ચોરીઓ કરેલ છે તેવી હકિકત આધારે બંને ઇસમો ને એકટીવા જેના નંબર જી.જે,૧૦ બીયુ ૧૫૭૪ તથા હોન્ડા સ્પ્લેન્ડર નં- જી.જે.૧૦ એ.ડી.૩૮૪૬ સાથે પકડી પુછપરછ કરતા વાહનની માલીકી અંગે ગલ્લા તલ્લા મારતા હોય અને સંતોષ કારક જવાબ આપતા ન હોય જેથી ઇ-ગુજકોપ પોકેટકોપમા ની મદદી વાહન માલીકની માહીતી મેળવી વાહન માલીક ને પુછપરછ કરતા બંને વાહન ચોરી થયેલ નુ જણાવેલ જેથી વાઇટ કલરનું એકટીવા જેના નંબર જી.જે.૧૦ બીકયુ-૧૫૭૪ કિ.રૂ.૩૦,000/-નુ તથા હોન્ડા સ્પ્લેન્ડર નં-જી.જે.૧૦ એ.ડી.૩૮૪૬ કિ.રૂ.૨૦,૦૦૦/- ના બંને મો.સા.સાથે મજકુર અને ઇસમો તથા ચોરીના મો.સા.લેનાર ઇસમો પૈકી ભંગારની દુકાન વાળા (૧) મુસ્તુ આદમમાઇ ખીરા સુમરા તથા ગેરેજ વાળા (૨) વલીમામદ અબ્દુલકાદર મકરાણી જામનગર વાળાને વેચેલ છે. જેથી મજકુર ચારેય ઇસમોને ઉપરોકત બંને ચોરાવ મો.સા. તથા ગુન્હામાં ઉપયોગ થયેલ વાસ્પા રીક્ષા મળી કુલ કિરૂ.૧,૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ પો.હેડ કોન્સ. ભગીરથસિંહ સરવૈયાએ કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે સીટી એ ડીવી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે