ભુજનાં હમીરસરમાં યુવાને ઝંપલાવી મોતને વહાલું કર્યું.        

 ભુજના દાદુપીર રોડ તરફના બાપા દયાળુનગરમાં રહેતા 21 વર્ષીય યુવાન ફારૂક ફિરોઝ બકાલી ગઈકાલે રાત્રે કોઈ અગમ્ય કારણોસર હમીરસર તળાવમાં પડી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર અર્થે શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરવા પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. .