ખારી રોહરમાં પરણીતા પર બે શખ્સો દ્રારા છરી વડે હુમલો

More Halloween Clip Art Illustrations at http://www.ClipartOf.com

ગાંધીધામ તાલુકાનાં ખરીરોહરમાં મકાન નજીક આંટાફેરા કરવાની ના પાડતાં બે ઇસમોએ યુવતીને છરી વડે માર મારી ઇજાઓ કરી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગત રાત્રિના અરસામાં આ ઘટના બની હતી. તાલુકાનાં ખારીરોહર મધ્યે કતિયારવાસમાં રહેતા મુમતાઝ હનીર કતિયાર મકાને હતા. ત્યારે ઇસમ આરીફ સાલેમામદ અને ગની સાલેમામદ મકાન નજીક આંટાફેરા કરતાં હતા, જેથી બંને આરોપીઓને ઘર નજીક આંટાફેરા કરવાની ના પાડી ઠપકો આપ્યો હતો. પરિણામે ઈસમ ગુસ્સે થઈ ગયા હતા. અને મુમતાઝ તથા અન્ય એક વ્યક્તિ સાથે બોલાચાલી કરી, ઝપાઝપી કરતાં યુવતીને છરી લાગી હતી. જે બાબતે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *