ભુજમાં મકાનમાથી 2.16 લાખના મત્તાની તસ્કરી

ભુજમાં મકાનના ઉપરના ભાગે આવેલ ગેલેરીના ખુલ્લા દરવાજોને લાભ લઈ ચોરે મકાન અંદર પ્રવેશી રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના મળી 2.16 લાખની ચોરીને અંજામ આપી છૂમંતર થઈ ગયો હતો.

આ અંગે ભુજ ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા દયારામ અગનુરામ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.26-2ના રાત્રીના બાર વાગ્યાના અરસામાં ઉપરના ભાગે આવેલ રૂમમાં સૂઈ ગયેલ હતા. અને ઉપરની ગેલેરીનો દરવાજો ખુલ્લો રાખેલ હતો. ત્યારબાદ તા.27-2ના સવારના પાંચ વાગ્યે ફરિયાદી જાગેલ અને નીચે આવેલ રૂમમાં જઈને જોયેલ તો રૂમનો સરસામાન વેર વિખેર પડ્યો હતો. રૂમમાં મુકેલ લોખંડની તિજોરીનો દરવાજો ખુલ્લો હતો. જેથી તિજોરીમાં તપાસ કરતાં સોનાની ચેન, સોનાની વીટી, કાનમાં પહેરવાની બુટ્ટી, નાકમાં પહેરવાની નથ, ચાંદીની પાયલ, ચાંદીના સિક્કા તેમજ તિજોરીમાં રાખેલ રોકડા 2500 મળી કુલ.કિ.રૂ. 2,16000ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ભુજ એ-ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.