બરેલી-ભુજ આલાહજરત એક્સ ટ્રેનમાથી મહિલા મુસાફરના મોબાઈલની તસ્કરી
આ અંગે નંદુબેન દિનેશભાઈ દબાસીયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.27-2ના રોજ આબુરોડ થી ભુજ આવવા બરેલી-ભુજ આલાહજરત એક્સ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ સવારે 6 વાગ્યે પોતાના પર્સમાં મોબાઈલ મૂકી વોશરૂમ ગયા હતા ત્યારે આધેડ શખ્સ ત્યાં હાજર હતો. તેઓ વોશરૂમથી પરત ફર્યા ત્યારે ઉપરોક્ત શખ્સ ત્યાં હાજર મળી આવ્યો ન હતો. સામખિયાળી પાસે પહોચતા ફરિયાદીને મોબાઈલની જરૂરત પડતાં ફોન જોવા મળ્યો ન હતો. જેથી ફરિયાદીએ ગાંધીધામ રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટેશનમા ઉપરોક્ત અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.