ખાવડા રોડ પર ટ્રેલરે ભેંસને અડફેટે લેતા 2ના મોત: 2 ઇજાગ્રસ્ત
આ અંગે નિઝામુદ્દીન સાલમ સુમરાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાત્રીના તેઓની ભેંસ કરવાંઢ રોડ પર હતી અને તેઓ ઘરે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન આશરે ત્રણેક વાગ્યાના અરસામાં અકસ્માતનો અવાજ થતાં તેઓ જાગી ગયેલ અને જોવા બહાર આવેલ હતા. બહાર રોડ પર GJ-12-BZ-4669 મીઠું ભરેલું ટ્રેલર રોડ પર પલટી ખાઈ ગયેલ હાલતમાં પડેલ હતો. રોડ પર ફરિયાદીની બે ભેંસો મરેલ ગયેલ હલાતમાં તો બે પાડીઓ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ હતી. ઉપરોક્ત ટ્રેલર ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે ચલાવી ભેસને અડફેટે લઈ માલધારીને રૂ.1,80,000નું નુકશાન પહોચાડ્યું હતું. જોકે ટ્રેલર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. ખાવડા પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.