ગાંધીધામમાં ઓસ્લો સર્કલ પાસેથી અંજારના યુવકની બાઇક ચોરાઈ

આ અંગે અંજારમાં રહેતા સાહિલ ગીરીશગીરી ગૌસ્વામીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.25-2ના સવારના કામ અર્થે પોતાની માલીકીની GJ-12-CS-9777 બાઇક દ્વારા ઓસ્લો સર્કલની બાજુમાં ગાયત્રી મંદિર પાસે આવેલ દુકાન બહાર બાઇક પાર્ક કામ કરી રહ્યા હતા. આશરે અગ્યારેક વાગ્યાના અરસામાં બહાર આવેલ ત્યારે બાજુમાં પાર્ક કરેલ બાઇક જોવા મળ્યું ન હતું. ત્યારબાદ ફરિયાદીએ આસપાસ તપાસ કરતાં બાઇક અંગે કોઈ જાણકારી મળી ન હતી. જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.