પાલારા જેલ પાસે ગાયના વાડા મુદ્દે મારામારીનો નાસતો આરોપી ઝડપાયો

ત્રણ માસ પૂર્વે પહેલી ડિસેમ્બરના પાલારા જેલ પાસેના પેટ્રોલપંપ નજીક ગાયના વાડા મુદ્દે થયેલા ઝઘડાનમાં મારામારી તથા એટ્રોસીટી એકટના ગુનાનો ત્રણ માસથી નાસતો આરોપી લતીફ સુલેમાન સુમરા (રહે. રુદ્રમાતા પુલ પાટિયા, ભુજ-ખાવડા રોડ) વાળાને ઝડપી લેવાયો છે. પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળી હતી કે, ત્રણ માસથી નાસતો આરોપી લતીફ હાલે પાલારા બસ સ્ટેશન પાસે આવેલી રોયલ રેસ્ટોરન્ટ પર હાજર છે. આથી બાતમીના આધારે સ્કવોડની ટીમે લતીફની અટક કરી આગળની કાર્યવાહી બી-ડિવિઝન પોલીસને સોંપી છે.