ગાંધીધામ ટાગોર રોડ પર અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજરોજ વધુ એક અકસ્માતની ઘટના ઘટી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલની બાળાઓ સાયકલ પર સ્કૂલ જઈ રહી હતી ત્યારે પૂર ઝડપે આવી રહેલી બાઈક સાયકલ સાથે અથડાતા સ્કૂલની બાડાઓને ઇજા પહોંચી હતી અને બાઈક અને સાયકલમાં નુકસાન થયું હતું તો બાઈક ચાલાક બેભાન થઇ જતા તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા સ્કૂલ સંચાલકો દોડી આવ્યા હતા અને વહાલીને અકસ્માતની જાણ કરાઈ હતી.