અંકલેશ્વરના સરથાણ ગામેથી વિદેશીશરાબના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

અંકલેશ્વર તાલુકા પોલીસે સરથાણ ગામેથી વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી કુલ 48 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામે રહેતો સતીશ વસાવા વિદેશીશરાબનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા સતીશ વસાવાના ઘરમાંથી તેમજ તેની એક્ટિવામાં તજવીજ કરતા એક્ટિવાની ડીકીમાંથી પણ વિદેશીશરાબની બોટલો મળી આવી હતી. પોલીસે તેની ધરપકડ કરી રૂ. 8,300ની કિંમતની વિદેશીશરાબની 83 નંગ બોટલ અને રૂ. 40 હજાર કિંમતની એક્ટિવા મળી કુલ રૂ.  48,300 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *