ભરૂચ : 1.10 લાખના ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી

ભરૂચની વીડિયોકોન કંપનીમાંથી થોડા સમય પહેલાં ચોરી થયેલ હતી. જે બાબતની ફરિયાદ પણ નોંધાવાઇ હતી. ભરૂચ શહેર સી.ડિવિઝન પોલીસે ચોરીના સામાન સાથે એબીસી સર્કલ પાસેથી ચાર ઇસમોને પકડી પાડયા હતાં. પકડાયેલા ઇસમો પાસેથી સફેદ કલરની મારૂતી કારમાં વિડીયોકોન કંપનીમાંથી ચોરેલો સામાન સહિત કુલ રૂ. 1.10 લાખના મુદ્દામાલ સાથે ચારેય ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.ભરૂચ શહેર સી.ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, વીડિયોકોન કંપનીમાંથી ચોરી થયેલા મુદ્દામાલ સાથે સફેદ કલરની મારૂતીકાર નંબર જી.જે-10 એ.સી-9908 જે એબીસી સર્કલ નજીકથી પસાર થવાની છે. દરમિયાન ભરૂચ સી.ડિવિઝન પોલીસ બાતમીના આધારે સ્થળ પર જઈ માર્ગ પરથી પસાર થતી સફેદ કલરની કારને રોકી હતી.કારની તપાસ લેતાં તેમાંથી લોખંડનું મોટુ કટર તથા હેકસો બ્લેડ નંગ-2, કોપરની નાની મોટી પાઈપો, ઈલેકટ્રીક મોટર નંગ-2, કોપરના વાયર, લોખંડનો વાલ નંગ-1 તેમજ ઈલેકટ્રીક બોકસ 1 મળી આવ્યા હતાં. જેની કિંમત રૂ. 65,500 તથા મારૂતીકારની કિંમત રૂ. 45,000 મળી કુલે 1,10,650નો મુદ્દામાલ પકડી  પાડયો હતો. પોલીસે કારમાં સવાર ચાર શખ્સો 1 શબ્બીર મહંમદ ગુલલા રહે, પટેલ ખડકી, દહેગામ 2 પવનકુમાર ગજારામસિંહ કિસ્ચન રહે. વાડીયા, દહેજ 3 બુધસિંગ સ્વર્ણસિંગ જાતે શિખ હાલ રહે. વાડિયા, દહેજ અને 4 હરજીન્દરસિંગ બલદેવસિંગ જાટ રહે. વાડિયા, દહેજને કારમાં રહેલ ચોરીના સામાન સાથે પકડી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *