ભુજમાં અંગ્રેજી શરાબ સાથે 4 શખ્સોને પોલીસે ઝડપાયાં

 

ભુજમાં અંગ્રેજી શરાબ સાથે 4 ઈસમોની અટક કરવામાં આવી છે. શખ્સોઓ પાસેથી શરાબ સહિત કુલ રૂ. 42,900 નો મુદામાલ જપ્ત કરીને તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બાબતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મંગલમથી ઉમેદનગર જતાં પુલિયા નજીક છતરડીની સામેથી રાત્રના અરસામાં કિરીટ જયસિંગ વાધેલા, યોગેશ શામજી ભીલ તેમજ ધર્મેશ રાજેશ પંડ્યા નામના શખ્સોઓ સુઝુકી કંપનીની એક એક્સેસ મોપેડ નં જી.જે.12.ડી.એચ.8994માં ભારતીય બનાવટના વિદેશી શરાબની બોટલો નંગ 2 કિંમત રૂ. 600, મોપેડ કિંમત રૂ. 20,000 તથા એક એમ. આઈ.કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 1000 મળીને કુલ રૂ. 21,600 ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા. બીજી બાજુ જૂની જેલ રસ્તા પર મટન માર્કેટની સામેથી રફીક સિધિક કેવરને એકટીવા મોપેડ નંબર જી.જે.12.સી.ક્યુ.0005 માં શરાબની એક બોટલ કિંમત રૂ. 300, મોબાઈલ 1 કિંમત રૂ. 1,000 તથા એકટીવા કિંમત રૂ. 20,000 મળીને કુલ રૂ. 21,300 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *