ભુજની ભાગોળે 2 મકાનોને તસ્કરોએ નિશાન બનાવી 2 લાખની કરી લૂંટ

ભુજ શહેરની ભાગોળે આવેલા ઓધવ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવીને ઇસમો બે કહની મતા ચોરી કરી જતાં આ સમગ્ર બાબતે પોલીસ સ્ટેશને ઓહોચ્યો છે. આ બનાવમાં પોલીસ દ્રારા શકદારોની પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ગત 14-12થી 16-12ના સમય ગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો પ્રમુખસ્વામી નગર વિસ્તારમાં આવેલા ઓધવ-3 સોસાયટી વિસ્તારમાં રહેતા નિકુલસિંહ સુરેન્દ્રસિંહ ઝાલાના મકાનના દરવાજાના તાળાં તોડીને રોકડ રકમ રૂ. 32,000 સોના-ચાંદીના દાગીના 1,20,000 સહિત 1,52,000 તેમજ બાજુમાં સિધ્ધાર્થભાઈના મકાનમાંથી રોકડ રકમ રૂ. 2500,સોના-ચાંદીના દાગીના 30,000 સહિત રૂ. 1,84,500ની ચોરી શખ્સો કરી ગયા હતા. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્થળ પર ટુકડી પહોચી ગઈ હતી. એફએસએલની મદદથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ મહત્વની કડી મળવા પામી નથી. આ વિસ્તારમાં અવારનવાર સધન બનાવવા માંગ ઉઠવા પામી છે.