જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મુન્દ્રા પોલીસ

મુન્દ્રા પોલીસ પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઝરપરા ગામે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ઝરપરા ગામના બસ સ્ટેશન પાછળ ઓટલા પર ખુલ્લામાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 3 જુગારીને પકડી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1530 કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. મુરજીભાઈ લખાભાઈ બારોટ ઉ.વ.70 રહે. ઝરપરા
  2. વાલજીભાઈ કરશનભાઈ ગાગીયા ઉ.વ.46 રહે. ઝરપરા
  3. ડાયાભાઈ ખેતાભાઈ મહેશ્વરી ઉ.વ.71 રહે. ઝરપરા