પાન્ધ્રો પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ

પાન્ધ્રો-નારાયણ સરોવર રસ્તા વચ્ચે આવેલ એકતાનગર નજીક બોલેરો અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું મોત નીપજયું હતું. આ બાબતની મળતી વિગતો પ્રમાણે વિજયકુમાર શ્રીરામ યાદવ રહે. માતાના મઢ તા. લખપત એ ફરિયાદ નોંધાવી છે કે, બોલેરો નંબર જી.જે.18 જી.એ. 1882ના ચાલકે પાન્ધ્રો-નારાયણ સરોવર રસ્તા પર એકતાનગર પાસે કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટર સાયકલ નંબર જી.જે. યુ.જી. 8072 સાથે ટકરાતાં મોટર સાયકલના ચાલક એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું છે. પોલીસે બોલેરો ચાલક વિરૂધ્ધ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *