ભુજમાં સસ્તા સોનાની લાલચ આપી 40.32 લાખની છેતરપિંડી કરનાર ઈસમ ઝડપાયો

ભુજમાં સસ્તા સોનાની લાલચ આપી 40,32,000 નો છેતરપિંડી કરનાર શખ્સની શહેર એ ડિવિઝન પોલીસે અટક કરી છે. જેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે શખ્સને બે દિવસની રિમાન્ડ મંજુર કરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ફરિયાદી પ્રવિણસિંહ નવલસિંહ રાઠોડે ભુજના શખ્સોઓ સંતોષ નાયર ઉર્ફે જગદીશ પટેલ તથા નિતિન બારોટ ઉર્ફે કે. કે.પટેલ સામે સસ્તા સોનાની લાલચ આપી 40,32,000નો છેતરપિંડી કરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં લખાવી હતી. જે બાબતે પોલીસે શખ્સ સંતોષ ઉર્ફે જગદીશ સુરેન્દ્રકુમાર નાયરની અટક કરી છે. જેને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસની રિમાન્ડ મંજુર કરી છે. કાર્યવાહી દરમિયાન મુદામાલ રિકવર તેમજ સહ શખ્સોને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *