ભુજમાં શરાબ સાથે બેને પોલીસે ઝડપી પાડ્યા

Bottle of whiskey. Vector hand drawn illustration of Distilled beverage in vintage engraved style. isolated on white.

ભુજમાંથી અંગ્રેજી શરાબ સાથે બેને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બાબતે શખ્સોઓ સામે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરનાં એરપોર્ટ રોડ પર આવેલા આશાપુરાનગરમાંથી સાંજના અરસામાં રમજુ ભચુ કોલી મહિન્દ્રા કંપનીનાં ગેસ્ટો મોડેલનાં સ્કૂટર નંબર જી.જે.12 ડીબી. 0078 કિંમત રૂ. 25,000 માં રેર પ્રીમિયમ વ્હિસકીની બોટલ નંગ 2 કિંમત રૂ. 1,000 મળીને કુલ રૂ. 26,000 નાં મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. બીજી તરફ એ જ સ્થળેથી બપોરના અરસામાં મીત ઉર્ફે મીતો અરવિંદભાઈ રાજગોરને અંગ્રેજી શરાબની રેર પ્રીમિયમ વ્હિસકીની બોટલ નંગ 1 કિંમત રૂ.500 સાથે ઝડપી પાડ્યો હતો. આમ પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *