ગાંધીધામમાં આધેડ પર ત્રણ ઈસમ દ્રારા લાકડીથી માર મારી ઇજા કરાઇ

ગાંધીધામ શહેરનાં એફસીઆઈ માર્ગ પર ખાતરની બોરી ઉપાડવાના ભાવ વધારવા મામલે થયેલી માથાકૂટનું મનદુ:ખ રાખીને ત્રણ આરોપીઓએ આધેડને લાકડી વડે માર મારી અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ કરી હતી. શહેરનાં એફસીઆઈ માર્ગ સાંઇબાબા પ્યાઉ પાસે રેલવે કોલોની નજીક ઘટના બની હતી. ખોડિયારનગરમાં રહેતો રાજકિશોર બનામર શેઠ ઉ.વ 55 જેઓ ગત રાત્રિના અરસામાં માર્ગ પાસે ઊભા હતા. ત્યારે આશિષ ઉર્ફે કેલુ લોચન પરેડા રહે. ખોડિયારનગર પહોચી ગયો હતો. અને કંડલા ઇફકો ખાતર પ્લાન્ટમાં મજૂરીકામમાં ખાતર ઉપાડવાના ભાવ વધારવા કરેલી રજૂઆત તેમજ પાંચેક માણસોને બેસાડી દીધેલ હોઈ આ બાબતનું મનદુ:ખ રાખીને આશિષ તથા તેની સાથેના બે અજાણ્યા આરોપીઓએ રાજકિશોર સાથે બોલાચાલી કરી હતી, જેમાં મામલો ઉગ્ર બની જતાં શખ્સએ લાકડી વડે હુમલો કરી રાજકિશોર પગમાં અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ કરી હતી. પરિણામે આધેડને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.