ભુજમાં યુવાન પાસેથી મોબાઈલ ઝૂંટવીને યુવતી નાસી ગઈ હતી

ભુજમાં યુવાન પાસેથી ત્રણ મોબાઈલ ફોન ઝૂંટવીને યુવતી ફરાર થઈ ગઈ હતી જે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતી આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. આ બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજય રાજભાઈ સુંદરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રૂબિનાબેન રજાકભાઈ ચાકી નામની યુવતીએ અજય પાસેથી બેગ બળજબરીથી ઝૂંટવી લઈને તેમાં રાખેલા સેમસંગ કંપનીનો જે 3 મોડલનો મોબાઇલ કિંમત રૂ. 5,000, વિવો કંપનીનો વી-9 કિંમત રૂ. 14,000 તથા નોકિયા કંપનીનો સાદો ફોન કિંમત રૂ. 500 તથા રોકડ રકમ રૂ. 800 રાખવામાં આવ્યા હતા તે તમામ ઝૂંટવીને નાસી છૂટી હતી. જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *