મોટા રેહા નો તલાટી મંત્રી રૂ.3000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ભુજ એસીબી દ્રારા તાલુકાનાં રેહા ગામના તલાટીની ત્રણ હજાર રૂપિયાની લાંચ લેતાં પકડી પાડ્યો હતો. આ બાબતની મળતી વિગતો પ્રમાણે ભુજ એન્ટી કરપ્શન બ્યુરોમાં એક જાગૃત નાગરિક દ્રારા રેહા ગામના તલાટીકમ મંત્રી શોએબ રઝબઅલી ધાલાણી દ્રારા રેહા ગામના હક્ક્પત્રકની નોંધ અને સાધનિક કાગળોની નકલો મેળવવા માટે તેની અવેજીમાં રૂપિયા 3000 ની માંગ કરી હોવાની ફરિયાદ નોંધી હતી. આ બાબતે ભુજ એસીબી દ્રારા ભુજ સીટી બસ સ્ટેશન નજીક આઇસીસીઆઈસી બેંકના એટીએમની બાજુમાં છટકું ગોઠવ્યું હતું જેમાં શખ્સ શોએબ રઝબઅલી ધાલાણી રૂપિયા 3 હજારની માંગણી કરી સ્વીકાર કરતાં પકડાઈ ગયો હતો. એસીબી દ્રારા લાંચની રકમ સહિત શખ્સને પકડી પાડી લાંચ રિસવત વિરોધી કાયદા હેઠળ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ટ્રેપમાં ભુજ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ઝાલા તથા ટીમના લોકો જોડાયા હતા. આ બાબતની વધુ કાર્યવાહી ભુજ બોર્ડર એક્મના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલની સુપરવિઝનમાં કામગીરી કરવામાં આવી હતી.