ભુજમાં મહિનામાં બીજી વખત ઇસમો બે બાઇક ચોરી ગયા

ભુજ શહેરમાં બાઇક ચોર ટોળકી ફરી સક્રિય બની છે. મહિનામાં બીજી વખત બે સ્થળોએ બાઇક ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ગત સાંજના અરસામાં જી.કે.જનરલ હોસ્પિટલના ઇમરજન્સી ગેટની સામે બાઇક નંબર જી.જે.12.એ.જી.0374 કિંમત રૂ. 16000 વાળી ચોરી જવાઈ હતી. હિંમાસુ પ્રતાપભાઈ ઠક્કરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ ભાનુશાલીનગર વિસ્તારમાં જી.જે.12.4997 વાળી બાઇક ઇસમો ચોરી કરી જતાં વિનોદ અમીનચંદ્ર ગાંધીએ ફરિયાદ નોંધવામાં આવી છે.