નલિયા બંધ મકાનમાંથી રૂ. 62,500 હજારની ચોરી

નલિયામાં મુંબઇ ફરવા ગયેલા મકાન માલિકના મકાનમાં  શખ્સોએ હાથફેરો  કરીને 62500 ની મતાની ચોરી કરી ગયાની ફરિયાદ લખાવાઈ છે. આ બાબતની મળતી વિગતો પ્રમાણે શંકરભાઇ પેરાજભાઈ કતારિયાના બંધ મકાનમાંથી સોના કાંપ અને સરી તેમજ રોકડ રૂપિયા 50 હજાર મળી 62500ની માલમતાની કોઈ ચોરી કરી ગયું હોવાની ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે વધુ મળતી વિગતો પ્રમાણે શંકરભાઇ કતારીયા કોઈ કારણોસર પોતાના પરિવાર સાથે મુંબઇ ગયા હતા દરમિયાન પોતાના બંધ મકાનને નિશાન બનાવી શખ્સોએ નલિયા ઉખેડી મકાનમાં પ્રવેશ કરી મુદામાલની ચોરી કરી હતી. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *