ગળપાદરમાં જુગાર રમતા બે મહિલા સહિત સાત ઇસમો પકડાયા

ગાંધીધામ તાલુકાના ગળપાદરના સહારાનગરમાં જુગાર રમતા બે મહિલા સહિત સાત ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ગળપાદરના સહારાનગરમાં કનૈયાલાલ વામનદાસ સાધુના રહેણાંકના મકાનમાં જુગાર અંગેનો દરોડો પાડતા ગંજીપાનાનો જુગાર રમતા સુરેન્દ્ર હઠેસંગ ચૌહાણ, માયાબેન સુરેન્દ્ર ચૌહાણ, ઉષાબેન કનૈયાલાલ સાધુ, અશોક મીરચુમલ લાલવાણી, લલીત વાલજી પટેલ, વિક્રમસિંહ મુરૂભા જાડેજાને રોકડ રૂ. 78,100 તથા મોબાઈલ નંગ સાત કિંમત રૂ. 36000, કાર નંગ એક કિંમત રૂ. 3 લાખ કુલ રૂ. 4,12,100 સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *