ભુજીયાની તળેટી જેષ્ઠાનગરમાં 32,800ની મોબાઈલ અને રોકડ રકમ સાથેના થેલાની લૂંટ

ભુજમાં ભુજીયાની તળેટીના રિંગરોડથી જેષ્ઠાનગર વાધેશ્વરી ચોક તરફ જઇ  રહેલા યુવાન પાસે એમ યુવતી અને બે અજાણ્યા શખ્સો રૂ. 32800 ની કિંમતના મોબાઈલ અને રોકડ રકમ સાથેના થેલાની લૂંટ કરી નાશી છૂટયાની ઘટના બની હતી. આઇટીઆઈમાં અભ્યાસ કરતાં અમે વાઘેશ્વરી ચોકમાં રહેતાઅજ્ય રાજાભાઈ કુન્દરા નામના યુવાને ફરિયાદ લખાવતા તપાસ હાથ ધરી છે. તે બાબતે જણાવ્યુ હતું કે, ગઇકાલે સાંજના અરસામાં પોતે પગે ચાલીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે રિંગરોડ નીચે ઉતરીને ડીપી ચોક તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા યુવાનો આવીને મારી આંખમાં ધૂળ નાખી પાડી દીધો હતો તેમની સાથેની એક યુવતીએ મારી પાસેનો બેગ ઝૂંટવી નાશી છૂટયો હતો. થેલામાં રોકડા 850 અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ્લ  રૂ. 32800 ની લૂંટ થઈ હતી. બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ માટે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *