દયાપર નજીક દારૂ સાથે એક આરોપીની અટક

0
wine-screaming_1616042i

 

લખપત તાલુકાનાં માતાના મઢથી દયાપર તરફના રસ્તે આવતા પુલિયા પાસે માર્ગ પરથી અંગ્રેજી દારૂ સાથે એકની અટક કરવામાં આવી હતી. આ બાબતે દયાપર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તા. 26.12.18  ના બપોરના અરસામાં એલસીબીના સ્ટાફે માતાના મઢથી દયાપર વચ્ચેના રસ્તેથી પસાર થતી બોલેરોને ઊભી રાખી તેમાં અંગ્રેજી દારૂની બોટલો નંગ 96 કિંમત રૂ. 33,600 પકડી પાડી હતી. શખ્સ પ્રવિણસિંહ લાખિયારજી સોઢાને બોલેરો કેમ્પર કિંમત રૂ. 3 લાખ સહિતના મુદામાલ સાથે ઝડપીને આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *