નખત્રાણામાં નકલી ચલણી નોટ સાથે એક શખ્સ ઝડપાયો

લોકલ ક્રાઈમ બ્રાંચ પશ્ચિમ કચ્છ નો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન નખત્રાણમાં દેવાસીસ હોસ્પિટલ પાછળ રહેતો શ્રવણ લુંબા મલ ભારતીય ચલણની નકલી નોટો બનાવી બજારમાં તેનો નિકાલ કરવાની તૈયારીમાં હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી  આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ દરમ્યાન આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો રૂા. 100ના દરની 85, 50ના દરની 33, 20ના દરની 11 અને 10ના દરની 9 નોટો ઝડપી પાડી હતી. જેથી પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં તપાસ કરતા રૂા. 10 હજારનું પ્રિન્ટર મશીન, રૂા. 20,000ની કિંમતનો છકડોરિક્ષા, અસલ ભારતીય ચલણ રૂપિયા 280, એ 4 સાઈઝના કાગળો ઉપર જુદા-જુદા દરની નકલી નોટોની પ્રિન્ટ કાઢેલા 75 કાગળો, કોરા કાગળ નંગ 85, કાતર તથા રૂપિયા 5 હજારની કિંમતનો મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપીને  સ્થાનિક પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.