દાહોદ એલસીબી ની ટીમે જાનૈયા નો વેશ ધારણ કરી 144 ગુના નો ગુજરાત ના મોસ્ટ વોન્ટેડ આરોપી ને ઝડપી પાડ્યો હતો

ગુજરાત રાજ્ય ના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી ઑ પૈકી ટોપ 24 વોંટેડ આરોપી ની યાદી જાહેર કરાઈ હતી જે પૈકી ટોપ 10 માં આવતા આરોપી ઑ પૈકી નો પહેલા નંબરે વોન્ટેડ આરોપી પીદીયા સંગાડા વિરુદ્ધ ગુજરાત અને મધ્યપ્રદેશ માં મળી ને કુલ 144 ગુનાઓ દાખલ છે આ વોન્ટેડ આરોપી ની બાતમી આપનાર ને 10 હજાર નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું દાહોદ એલસીબી ની ટીમે અનેક સ્થળો અનેકવાર દરોડો પાડ્યો હતો તેમ છ્તા આરોપી ઝડપાયો નહોતો પરંતુ દાહોદ એલસીબી ની ટીમ ને આરોપી પીદીયા સંગાડા ખરોદા ગામ માં હોવાની બાતમી મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી જાનૈયા નો વેશ ધારણ કર્યો હતો અને બાઈકો તેમજ ફોર વ્હીલર ગાડીઓ માં ડીજે સાથે નાચતા જઈ ને જાનૈયા ની રીતે પહોચ્યા હતા ડીજે ઉપર ગીતો ની રમઝટ સાથે પોલીસ બાતમી વાળી જગ્યા ઉપર પહોચી હતી અને વ્યૂહાત્મક રીતે આરોપી ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ઝડપાયેલ આરોપી વિરુધ્ધ અલગ અલગ પોલીસ મથકો માં 2 કરોડ ઉપરાંત ના મુદ્દામાલ સાથે 144 ગુનાઓ નોધાયેલા છે પોલીસે વોંટેડ આરોપી ની ધરપકડ કરી હજુ પણ અન્ય કોઈ પોલીસ મથકો માં ગુના નોધાયેલા છે કે નહીં તેમજ તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશા માં તપાસ હાથ ધરી છે.