ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ઘરફોડ ચોરી તથા નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરણરાજ વાઘેલા સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા માટે તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ ઇન્સ. ટી.બી.રબારી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં ચોરીના વધતાં જતાં બનાવો અટકાવવા માટે તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. જયદિપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા,સુનીલભાઈ પરમાર નવીનકુમાર જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી તથા મહીપાલસિંહ પુરોહીતનાઓને ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સ આધારે માહીતી મળેલ કે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં સેમસંગ કંપનીનો એસ ૨૦+ મોબાઇલ ચોરીનો ગુનો દાખલ થયેલ. જે મોબાઇલ હાલે ભુજ શહેરમાં રામનગરી વિસ્તારમાં રહેતા સુનીલ કલાશભાઇ દેવીપુજક નામની વ્યક્તિ પાસે છે જે મળેલ માહિતી આધારે તપાસ કરતા મજકૂર ઈસમ મળી આવતા તેની અંગઝડતી કરતા તેની પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ મળી આવેલ આ મોબાઇલ ફોન બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે આ મોબાઇલ ફોન મને મારી મોટી બહેન સવીતા વા/ઓ ભરત દેવીપુજકનાઓએ આપેલ હતો અને તેણે આ મોબાઇલ ફોન ગઈ નવરાત્રીમાં ભુજ થી માતાનામઢ પગપાળા ચાલતી જતી વખતે મથલ ગામના સેવા કેમ્પમાં ચાર્જીંગમાં પડેલ હતો ત્યારે આ મોબાઇલ ફોનની ચોરી કરી મને વાપરવા માટે આપેલ હોવાની હકીકત જણાવેલ તેમજ મજકુર ઇસમે જણાવેલ કે આજથી આશરે આઠેક માસ પહેલા રામનગરીમાં આવેલ ધનજીભાઇ વેરશીભાઇ દેવીપુજકના મકાનનું તાળુ તોડી તેની તીજોરી માંથી રોકડ રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હતી અને તે દાગીના મે મારી માતા શારદાબેન દેવીપુજક સાથે એશીયા જવેલર્સ શરાફ બજાર ભુજમાં વેચેલ હતા તેમ જણાવેલ જેથી આ ઇસમ વિરુધ્ધ તેમજ ચોરીના દાગીના રાખનાર વિજયભાઇ ઇશ્વરલાલ સોની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની પાસેથી મળી મુદ્દામાલ સાથે આગળની તપાસ માટે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

 પકડાયેલ આરોપી

– સુનીલ કૈલાશભાઇ દેવીપુજક ઉ.વ. ૨૧ રહે કમલની દુકાનની બાજુમાં રામનગરી ભુજ

– વિજયભાઇ ઇશ્વરલાલ સોની ઉ.વ. ૫૬ ધંધો વેપાર રહે આઇયા નગર પ્લોટ નંબર ૨૧૫ ગેટ નં ૦૩ મુન્દ્રા રોડ ભુજ(આધાર પુરાવા વગર સોના – ચાદીના દાગીના ખરીદનાર)

કબ્જે કરેલ મુદામાલ

– સેમસંગ કંપનીનો કંપનીનો મોબાઇલ ફોન જેના આઇ.એમ.ઇ.આઇ. નંબર 353344112425595 તથા 353345112425592 કિ.A.૫૯,૯૯૦/-

– સોનાના તથા ચાદીના ઢાર નંગ – ૨ કુલ કિ.રૂ. ૨૧,૭૦૦/-

* વણશોધાયેલ ગુના શોધી કાઢેલ

– નખત્રાણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૫૨૩૦૪૬૭/૨૩ આઇપી.સી. કલમ ૩૭૯ મુજબ – ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૨૦૯૨૧/૨૨ આઇ.પી.સી. કલમ ૪૫૪,૪૫૭૩૮૦ મુજબ