એ.સી.બી ની સફળ ટ્રેપ:ગળપાદરમાં આર.એફ.ઓ-વચેટીઓને એક લાખની લાંચ લેતા ઝડપ્યા

fd5cc165-f165-4cdb-88b8-afc59120eef3

ફરીયાદીશ્રીના મોટા બાપાના દીકરાની માલીકીનું નીરવ એન્ટરપ્રાઇઝ નામનું લાકડાનું ગોડાઉન ગાંધીધામ ખાતે ધરાવે છે. જે.બી.જીંજાળા, આર.એફ.ઓ, ગાંધીધામ નાઓ તેમના વચેટીયા ધવલભાઈ પ્રજાપતિ સાથે ફરિયાદીશ્રીના ગોડાઉન ખાતે રૂબરૂ મુલાકાત લઈ ગોડાઉનની અંદર પડેલ લાકડા(પેલેટ પેકીંગ મટીરીયલ) ગેરકાયદેસર લાવી વેચાણ કરતા હોવાનુ તથા વેચાણ કરવા માટે ફોરેસ્ટ ખાતાની પરમિશન લીધેલ ન હોવાનું જણાવી, જો ફરીયાદી આ બાબતે તેઓને વ્યવહાર પેટે લાંચના રૂપીયા ૧,૦૦,૦૦૦/- નહી આપે તો ફરીયાદીના લાકડાના ગોડાઉનમાં ગેરકાયદેસરના લાકડા રાખવા તેમજ વેચાણ કરવાના ગુના બાબતે કેસ દાખલ કરી ગોડાઉનને શીલ કરી દેવાનુ જણાવેલ. પરંતુ ફરીયાદીશ્રી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનું ગોઠવતાં આરોપી નં.૧.ધવલભાઇ પ્રજાપતિએ આરોપી નં. ૨. જે.બી.જીંજાળા(જીતુભાઇ આહીર) વતી  રૂ.૧,00,000/લાંચ પેટે સ્વીકારી પકડાઈ ગયેલ અને આરોપી નં.૧ ધવલભાઇએ પંચો રૂબરૂ આરોપી નં.૨ જે.બી.આહિર આર.એફ.ઓને લાંચ બાબતે ટેલીફોનીક સંપર્ક કરતા આરોપી નં ૨ એ રૂ.૧,00,000/-ની લાંચ લેવા બાબતે સંમતી દર્શાવી ગુનો કરેલ છે.

ઉપરોકત બન્ને આરોપીને એ.સી.બી.એ ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપ કરનાર અધિકારી:-

શ્રી.ડી.બી.મહેતા, પોલીસ ઈન્સપેકટર એ.સી.બી. ફિલ્ડ-3, અમદાવાદ.

સુપરવિઝન અધિકારી:-

શ્રી એ.વી.પટેલ, મદદનીશ નિયામક, ફિલ્ડ-3, એ.સી.બી., અમદાવાદ