મેધપર(કું) નજીક ડમ્પરે હડફેટે લેતા માસૂમ બાળકનું મૃત્યુ
ગાંધીધામ અંજાર તાલુકાનાં મેધપર કુંભારડી શનિદેવ મંદિર પાછળ ભેડિયારનિ અંદર પાંચ માસના બાળક એવ હરેશ રાકેશ કાલું બબેરિયા ઉપર તોતિંગ ડમ્પર ફરી વળતાં આ બાળકનું મૃત્યુ નીપજયું હતું. આદિપુર અંજાર રસ્તા પર આવેલા શનિદેવ પાછળ ભીમજી વેલજી સોરઠિયાના ભેડિયા ઉપર આ કમકમાટીભરઋ ઘટના બની હતી. મૂળ મધ્યપ્રદેશના એવ રાકેશ બબેરિયા આ ભેડિયામાં કામ કરી રહ્યો હતો. અને તેનું પાંચ માસનું બાળક હરેશ ચાની કેબિન નજીક સુવડાવ્યું હતું. દરમ્યાન ડમ્પર નંબર જીજે 06 વીવી 8175નો ચાલક આ ભેડિયામાં આવેલી ચાની કેબિને ચા પીવા આવી રહ્યો હતો. તેવામાં કેબિન નજીક જમીન પર નીચે સૂતેલા બાળકના માથા પરથી આ તોતિંગ વહાણનું પૈડું ફરી વળતાં તેનું ત્યાં જ મૃત્યુ નીપજયું હતું.આ અંગે અંજાર પોલીસ શટેશને રાકેશ ફરિયાદના આધારે પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.