અંકલેશ્વર : કાગડીવાડમાંથી વિદેશીદારૂના જથ્થા સાથે બુટલેગર પકડાયો
અંકલેશ્વર શહેર પોલીસ, એલસીબી અને પેરોલ ફ્લોસ્કોર્ડના સયુંકત દરોડામાં કાગડીવાદ માંથી વિદેશીદારૂના જથ્થા સાથે એક બુટલેગરને પકડી પાડી ૧, ૯૮,000 નો જથ્થો જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોમાંથી વિગતો અનુસાર અંકલેશ્વરના કાગડીવાડ વિસ્તારમાં રહેતો સુજાતખાન પઠાણે એક મકાનમાં વિદેશીદારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી ભરૂચ એલસીબીને મળતા શહેર પોલીસ તેમજ પેરોલ ફ્લો સ્કોર્ડના સ્ટાફે સંયુક્ત દરોડો પાડતા મકાનમાંથી વિદેશીદારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી બીસ્મીલ્લાખાન પઠાણને પકડી પાડ્યો હતો. જયારે કુખ્યાત બુટલેગર સુજાતખાન પઠાણ ફરાર થઇ ગયો હતો.,પોલીસે ૧,૯૮,000 ની કિંમતના વિદેશીદારૂની ૧,૭૭૬ નંગ બોટલ જપ્ત કરી શહેર પોલીસ સ્ટેશને ગુનો નોંધી ફરાર સુજાતખાન પઠાણને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.