પશ્ચિમ- કચ્છ ભુજ જીલ્લા સાયબર સેલ (એલ.સી.બી.) હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે ત્યારે ફરી એક વાર ફોડની રકમમાંથી રૂ.૨,૦૬,૩૦૯૮ પરત અપાવી સરાહનીય કામગીરી કરી

શ્રી જે.આર.મોથાલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેંજ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુના અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને,

પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ- ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ રાજલબેન રામજીભાઈ મેતાનાઓ દ્વારા લોન-લોટરી ફોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફ્રોડ, જોબ ફોડ, શોપીંગ ફોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફોડ જેવા સાયબર કાઇમના બનાવોમાં પશ્ચિમ- કચ્છ ભુજ જીલ્લા સાયબર સેલ (એલ.સી.બી.) હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે. જેમાં અરજદારશ્રી ભાવિન રસિકલાલ ગણાત્રા રહે- બંદર રોડ, માડવી વાળા સાથે

થયેલ ફોડની રકમમાંથી જ્ઞ.૨,૦૬,૩૦૯૮ પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી છે કે, અરજદારશ્રી જનરલ મરચંટ હોલસેલ નો ધંધો કરે છે અને તેઓ ઇન્ડિયા ગેટ બાસમતી રાઈસનો વેપાર કરવા માટે ગુગલ મારફતે વેબ્સાઈટ પર જઈ અને વિગત સર્ચ કરેલ બાદ ટોલ ફી નંબર પર સંપર્ક કરેલ અને ત્યાં કસ્ટમર કેર માં આ બાબતે વાત કરતા સામેવાળાએ અરજદારશ્રીને વાતોમાં લઈ માલ મોકલવાની લાલચ આપી અલગ-અલગ ઓનલાઇન ટ્રાન્જેકશન કરાવી કુલ્લે ૬.૪,૫૭,૦૬/- લઈ લિધેલ અને માલ ન મોકલી છેતરપીંડી કરેલ.જે બનાવમાં અરજદારશ્રીએ સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનો સંપર્ક કરતાં સાયબર સેલ (એલ.સી.બી.) દ્વારા આ બનાવમાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે ગયેલ રકમમાંથી રૂ.૨,૦૬,૩૦૯/- ફીઝ કરાવેલ અને કોર્ટ ઓર્ડર મેળવી અરજદારશ્રીના અકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.

સાવચેતી

કોઇપણ બેંક/મોબાઇલ કંપની માંથી ફોન કોલ આવે તો કોઇપણ જાતના બેંક એકાઉન્ટ તથા OTP ની માહીતી

શેર કરવી નહી.

  • કોઇ અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવેથી મોબાઇલમા કોઇપણ એપ્લીકેશન (ઉ.દા,Team Viewer,

Anybesk) ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહીં.

અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમા ફેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવી નહી.

  • કોઇપણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે ઓફીસીયલ વેબસાઇટની ખરાઇ કરીને જ ખરીદી કરવી.
  • સસ્તા સોનાના નામે ઇન્ડીયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહી. અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ કોઇપણ જાતની લીંક ઓપન કરવી નહી.

લોન/લોટરીના નામે આવતા અજાણ્યા ફોન કોલથી સાવચેત રહેવું.

જયારે કોઇપણ મિત્ર તેના ફેસબુક મેસેન્જર દ્વારા રૂપીયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઇલ નંબર પર તેની ખરાઇ કરવી.

ભોગબનનારે કરવાની કાર્યવાહી

  • તમો ઓનલાઇન બ્રેડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર – ૧૯૩૦ પર કોલ કરવો. તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફોડ થયેલ બેંક ખાતાની સંપર્ણ વિગતો આપવી.