અંજાર ખાતે માતા-બાળકોનો આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અંજારની   રોટરી ક્લબ દ્વારા માતાઓ તેમજ બાળકો માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. રોટરી ક્લબ ઓફ અંજારના ઉપક્રમે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ-અંજાર, તાલુકા હેલ્થ ઓફિસ-અંજાર તથા અર્બન હેલ્થ સેન્ટર-અંજારના સહયોગથી આયોજિત કરવામાં આવેલ કેમ્પમાં અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારીયા, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અંજારના ગાયનેકોલોજીસ્ટ ડો. શિતલબા જાડેજા, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અંજારના પીડીયાટ્રીશીયન ડો. અદિતિ ઝોટા, અર્બન હેલ્થ સેન્ટરનાં સબ સેન્ટરના મેડીકલ ઓફિસર ડો. દિપ માણેક તથા ડો. શાયદાબાનો હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં હતું. કેમ્પ દરમ્યાન જરૂરિયાતમંદ વૃધ્ધાને હેન્ડ સ્ટીક આપવામાં આવેલ હતી.

                યોજાયેલ કેમ્પમાં 52 મહિલા, 41 બાળકો તેમજ 10 જનરલ સહિત કુલ 103 લોકોએ  લાભ લીધો હતો. આ દરમીયાન કેમ્પમાં આવનારના આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવેલ હતા. સમગ્ર આયોજનમાં રોટરી ક્લબ પ્રમુખ રાજેશ પલણ, સેક્રેટરી હિરેલ શાહ, ધર્મેશ ઠક્કર, ચંદ્રકાંત પલણ, સ્મિત સોની, આલાભાઇ આહિર, વેલજીભાઇ આહિર, સુનિલ મહેતા, શિરીષભાઇ હરીયા, દિપક શેઠિયા, એલ.વી. વોરા, જીગર ઠક્કર, ધર્મેશ પલણ સહિતના સભ્યોનો  સહકાર મળ્યો હતો.