ગાંધીધામ શહેરના 400 ક્વાર્ટર વિસ્તારમાં દોઢેક કરોડની લૂંટના પ્રકરણમાં હજુ અન્ય કોઇ આરોપીઓ પોલીસની પકડમાં નહિવત

 શહેરના 400 ક્વાર્ટર વિસ્તારમાં મકાન નંબર 79માં થોડા દિવસ અગાઉ ઇન્કમ ટેક્સ, સી.બી.આઇ. રેઇડ લખેલી ફાઇલ સાથે ઘૂસેલા લૂંટારુઓએ દોઢેક કરોડની લૂંટ ચલાવી હતી. આ પ્રકરણમાં પોલીસે પ્રશાંત રાજેશ દ્રવિડ, અફઝલખાન સિંધી, અબ્દુલ નાઇ, શાહબાન ખલીફા, તબરેજ આલમની ધરપકડ કરી હતી અને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થવાના હતા ત્યારે તારીખ  25/7ના પ્રેસ કોન્ફરન્સ યોજી આ પ્રકરણની માહિતી અપાઈ હતી જેમાં લૂંટમાં વપરાયેલ થાર ગાડી સિકંદર નામના શખ્સ પાસેથી લેવાઇ હોવાનું જણાવાયું હતું તથા ખંભરાની સીમમાં આવેલી એક વાડીમાં થાર લઇ  જવામાં આવી  હતી. ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થવાને 10 દિવસ થવા આવ્યા છતાં પણ સિકંદર હાથમાં આવ્યો નથી તથા વાડીના સંચાલકનો શું રોલ હતો તે હજુ બહાર આવ્યું નથી તેવું પી.આઇ. સી. ટી. દેસાઇએ જણાવ્યું હતું.