નખત્રાણા તાલુકા કક્ષાનો આગામી 15મી ઓગસ્ટના દિવસે ધ્વવંદન કાર્યક્રમ નાની ખોંભડી ખાતે યોજવામાં આવશે

copy image

આગામી 15મી ઓગસ્ટના દિવસે નખત્રાણા તાલુકા કક્ષાએ સ્વાતંત્ર્યદિનની ઉજવણીનું આયોજન  મોટી ખોંભડી ગામ ખાતે કરવામાં આવશે. નખત્રાણા તાલુકાના અધિકારી, પદાધિકારી, સરપંચો, વિવિધ સંસ્થાઓના અગ્રણી પ્રમુખો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં પ્રાંત અધિકારી કચેરીના સભાખંડમાં મામલતદાર એફ. ડી. ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં રાષ્ટ્રીય પર્વની શાનદાર રીતે ઉજવણી કરવા નિર્ધાર કરવામાં આવેલ હતો. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત `મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ સ્વાતંત્ર્યસેનાની સૈયદ વીર વિઠ્ઠલદાસ ચંદનના મૂળ ગામ ખોંભડી મોટી ઉપરાંત અબડાસા વિધાનસભા મતક્ષેત્રના તમામ વિસ્તારમાં આયોજનબદ્ધ યોજાનારા કાર્યક્રમોમાં રાષ્ટ્રપ્રેમી તમામ જનતાએ ભાગ લેવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વૃક્ષારોપણને ખાસ મહત્ત્વ આપવા અનુરોધ કર્યો હતો. યુજાયેલી મીટિંગમાં ન.તા.ર. સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઇ પલણ, તા.પં.ના પ્રમુખ જયસુખભાઇ ડાયાણી, પી.આઇ. શ્રી ઠુમર, તા. ભાજપના પ્રમુખ દિલીપભાઇ?નરસિંગાણી, મહામંત્રી હરિસિંહ રાઠોડ, જિ.પં.આ. ચેરમેન કરશનજી જાડેજા, જિ.પં. સદસ્યા નયનાબેન પટેલ, તા. આરોગ્ય અધિકારી ડો. પ્રશાંત સહિત વિવિધ ગામના સરપંચો, અગ્રણીઓની  મોટી સંખ્યામાં હાજરી જણાઈ હતી.