ભુજ ખાતેથી ચોરાયેલી બાઈકનો ભેદ ઉકેલતી એલસીબી ટીમ

ગત તા. 16-6ના ભીડ નાકા બહાર શક્તિ હોટેલ સામે લક્કી રેસ્ટોરેન્ટ સામે પાર્ક કરવામાં આવેલ બાઈકની તસ્કરી થઈ હતી. જેનો ભેદ ઉકેલી એલસીબીએ આરોપીને ઝડપી પાડ્યો છે. આ બાબતે મળતી માહિતી અનુસાર એલસીબી ટીમપેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને મળેલ ખાનગી બાતમીના આધારે રામનગરીમાં રહેતા નાનજી અરજણ વાઘેલાને તેના ઘરના આંગણામાંથી ચોરાઉ બાઈક મળી આવેલ હતી અને તેના આધાર-પુરાવા તે રજૂ કરી  શક્યો ન હતો અને આ બાઈક તેને તેના મિત્ર ધર્મેશ વાઘેલા અને નિતેશ પ્રેમજી સોલંકીએ એકથી દોઢ મહિના પહેલાં આપી હોવાનું પોલીસને જણાવ્યુ હતું. આ બાઈક બાબતે વધુ તપાસ કરતા આ બાઈક 16/6ના લક્કી રેસ્ટોરેન્ટ પાસેથી ચોરાઈ હોવાનું સામે આવતા આ ચોરીનો ભેદ ઉકેલાયો છે.