અંજાર ખાતે આવેલ મેઘપરના કિશોરના અપહરણ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અંજાર ખાતે આવેલ મેઘપર બોરિચીની સોસાયટીમાં રહેનાર એક કિશોર ગુમ થતાં આ બાબતે પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મેઘપર બોરિચીની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેનાર એક મહિલાએ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી. નોંધાવેલ ફરીયાદ અનુસાર ગત તા. 8/8 ના આ મહિલા પોતાના મોટા દીકરાને તેની શાળામાં મૂકવા ગયેલ હતા. ધો. 10માં અભ્યાસ કરનાર આ વિદ્યાર્થી શાળાએ આવવા માટે નીકળ્યો હોવા છતાં શાળાએ ન જતાં શાળામાંથી ફરિયાદીને ફોન આવેલ હતો, જ્યાં પ્રિન્સિપાલએ આ વાત કરી હતી અને તે શાળાએ નહીં આવે તો પાસ કેવી રીતે થશે તેવું કહેવામા આવ્યું હતું. ત્યાર બાદમાં આ મહિલા પોતાના દીકરાને લઇને ઘરે ગયા હતા, ત્યારે સાઉદી અરેબિયામાં કામ કરતા ફરિયાદી મહિલાના પતિનો ફોન આવ્યો હતો અને બાળકને કંઇ ન કહેવા જણાવ્યું હતું. બાદમાં આ કિશોર ટયુશન જવા નીકળ્યો હતો, પરંતુ ટયુશન ન પહોંચતાં તેની શોધખોળ કરવામાં આવી હતી. કોઇ શખ્સોએ તેનું અપહરણ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.