અંજાર તાલુકાનાં મેઘપર (બો.)ની સોસાયટીનાં મકાનમાંથી 26 હજારનો દારૂ જપ્ત : આરોપી ફરાર
copy image
અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીની એક સોસાયટીના મકાનમાંથી પોલીસે રૂા. 26,760નો શરાબ કબ્જે કર્યો હતો, પરંતુ માતા-પુત્ર પોલીસના હાથમાં આવ્યા ન હતા. મેઘપર બોરીચીના સ્વામી લીલાશાહનગર વિસ્તારમાં મકાન નંબર 39માં રહેનાર જયશ્રીબેન શ્યામ નેકવાણી તેમજ દેવ શ્યામ નેકવાણી દારૂ વેંચતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગત દિવસે રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી. આ મકાન પાસે જતાં આ માતા-પુત્ર પોલીસ આવે તે પહેલાં ઘરને ખુલ્લું મુકીને નાસી છૂટ્યા હતાં. અડધા ખુલેલા દરવાજા વાટે પોલીસ મકાનમાં ગઇ હતી અને દિવાલ ફર્નિચર તથા પેટી પલંગમાંથી રોયલ ચેલેન્જ 750 મિ.લી.ની 43 તથા રોયલ સ્ટેગ 750 એમ.એલ.ની 11 એમ કુલ્લ 54 બોટલ કિંમત રૂા. 26,760 નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. મકાનમાંથી હિમ્મત ગણપત મકવાણાના નામનું લાઇટ બીલ કબજે કરવામાં આવ્યું હતું. હાથમાં ન આવેલા માતા-પુત્રને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.