સમખાયાળીના એક મકાનમાથી 26,100નો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

daru2

copy image

સામખિયાળી ખાતે આવેલ તીર્થ સોસાયટીનાં 31 નંબર વાળા મકાનમાં અભય વેલા બઢિયા નામનો શખ્સ દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તે ઘરમાં દરોડો પાડ્યો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં આ શખ્સને  જાણ થઈ જતાં તે દરવાજા ખુલ્લા મૂકીને નાશી છૂટ્યો હતો. આ મકાનના બાથરૂમના ઉપરના ભાગેથી રોયલ બ્લૂ, એપલ વોડકા અને રોયલ ગ્રાન્ટેના  180 એમએલના 261 ક્વાર્ટરિયા કિંમત રૂા. 26,100નો શરાબ કબ્જે કરવામાં આવેલ હતો.