પડાણા નજીક એક કારમાથી કુલ કી.30,375નો દારૂ ઝડપાયો : આરોપી ફરાર  

copy image

પડાણા તરફથી આવતી કારમાં બે શખ્સ દારૂ લઇ આવી બાવળની ઝાડીમાં કટિંગ કરવાના હોવાની મળેલ પૂર્વ બાતમીના આધારે પોલીસે પડાણા ફાટક પાસે વોચ ગોઠવી હતી. તે દરમીયાન બાતમીવાળી કાર આવતાં તેને અટકાવવામાં આવેલ હતી. કારના ચાલકે વાહન ઊભું ન રાખી બાવળની ઝાડીમાં જવા દીધી હતી. આગળ રસ્તો પૂરો થઇ જતાં કારમાંથી પડાણાનો શખ્સ કુલદીપસિંહ જયરામસિંહ વાઘેલા તથા મોડવદરનો રાજા પબા રબારી નાસી છૂટ્યા હતા. બાતમી વાળી કારમાંથી 750 એમ.એલ.ની મેકડોવેલ્સ નંબર 1ની 81 બોટલ કિંમત રૂા. 30,375નો દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો.