મુંદ્રા બંદરે અટવાયેલા ત્રણ કન્ટેનરમાથી વધુ બેની તપાસ કરતાં વધુ સોપરીનો જથ્થો મળી આવ્યો : સોપારી કાંડનો આંક 13 કરોડે
copy image
અમદાવાદ ડી.આર.આઈ. દ્વારા શંકાના આધારે અટકાવવામાં આવેલાં કન્ટેનરો પૈકી ત્રણ કન્ટેનરમાંથી કંડલા સેઝની કંપનીઓની સરકારની તીજોરીને કરોડોનો ચૂનો લગાડવાના ઈરાદાનો પર્દાફાસ કરાયો હતો. ત્રણ કન્ટેનરની તપાસ અંતર્ગત 13 કરોડ જેટલો ગોટાળો સામે આવ્યો છે. આ મળેલ માહિતી અનુસાર અમદાવાદ ડી.આર.આઈ. દ્વારા ગત સપ્તાહે જેબલઅલી પોર્ટથી મુંદ્રા બંદરે આવેલાં કન્ટેનરો રોકવામાં આવ્યા હતાં. કુલ 22 જેટલા કન્ટેનર રોવામાં આવેલ છે. આ પૈકી પહેલું કન્ટેનર જે કંડલા ઝોનની સુમીત ઈન્ડીયા કંપની દ્વારા મંગાવવામાં આવેલ હતું તેમાંથી પ્લાસ્ટીકના દાણાની આડમાંથી 25 ટન જેટલો સોપારીનો જથ્થો સામે આવ્યો હતો. ડી.આર.આઈ. દ્વારા આ કંપનીના માલીક મનજીત સૈનીની ધરપકડ કરવામાં આવેલ હતી તેમજ રીમાંડ પણ મેળવ્યા છે. આ દરમ્યાન ખાનગી સી.એફ.એસ.માં રોકાવેલા વધુ બે કન્ટેનરોની પણ તપાસ કરવામાં આવેલ હતી. આ બન્નેમાંથી પણ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની કંપનીઓ મહામાયા ઈમ્પેકસ અને કેવલ એકસપોર્ટના કન્ટેનરોમાંથી 25-25 ટન સોપારીનો જથ્થો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.
આ આખા કૌભાંડમાં પ્રશાસનના અધિકારીઓનું પૂરતું પીઠબળ હોવાનો આક્ષેપ અંતરંગ વર્તુળો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આર્થિક કોભાંડકારીઓ દ્વારા પોર્ટમાંથી કન્ટેનર બહાર નીકળ્યાં બાદ સીલ તોડી જથ્થો અન્ય ગોદામમાં ઉતારી રખવામાં આવી છે અને તેના બદલામાં પ્લાસ્ટીકના દાણા ભરી દેવામાં આવે છે તેમજ ડુપ્લીકેટ સીલ લગાડવામાં આવે છે, ત્યારે આવા કૌભાંડ અટકાવવા કસ્ટમ આકરા તેવર દર્શાવે તેવી માંગ જાગૃત નાગરીકો દ્વારા ઉઠી રહી છે. હાલ સુધી ઝડપાયેલી 75 ટન સોપારીની કીમત 6 કરોડથી વધુ અને તેના ઉપર 115 ટકા ડયુટી લાદવામાં આવે છે એ મુજબ અત્યાર સુધીમાં 13 કરોડથી વધુનો આર્થિક ગોટાળો હોવાનું સામે આવ્યું છે.