લખપતના લોકો 16 લાખની ઓનલાઇન ઠગાઇનો શિકાર બન્યા
copy image
ઓનલાઇન ઠગાઇનો અનેક લોકો ભોગ બન્યાનો કિસ્સો સામે આવતાં લખપત તાલુકામાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. મળેલ માહિતી અનુસાર જાણીતી કમાંતિ નામે આ સ્કીમમાં રોકાણ કરો એટલે દરરોજ વળતર રૂપે તમને તગડી રકમ પ્રાપ્ત થશે અને એ રકમ તમારા બેંક એકાઉન્ટમાં સહેલાઇથી રોજ જમા કરાવી શકશો એવી એપ બનાવવામાં આવેલ છે. આ અલફેન એબાઉટ નામની જાણીતી કંપનીનાં નામે એપમાં રોકાણકારો માટે અલગ-અલગ યોજના ચાલે છે, જે એપ માં 1800 રૂા.થી માંડી 7 લાખ 60 હજાર સુધીનું રોકાણ કરી શકાય છે, જેમાં એક 7600 રૂપિયાની સ્કીમમાં રકમ જમા કરનારને રોજના 1200 રૂા. આવશે એવી લાલચ આપવામાં આવે છે, તે પણ 78 દિવસ માટે સતત 1200 મળશે. આવી સ્કીમમાં માતાના મઢ સહિતનાં ગામોમાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બનેલ છે જેમાં કુલ રૂા. 16 લાખ જેવી રકમ તમામ રોકાણકારો ખોઈ ચૂક્યા છે, જેમાં ત્યાં રહેતા, પવનચક્કીમાં કામ કરતા અધિકારીઓ જે અંગ્રેજી ભાષાના જાણકાર છે એવા પણ છેતરાઈ ગયેલ છે એવું સામે આવ્યું છે. રોકાણકારોએ કોઇ ફરિયાદ નથી નોંધાવી પરંતુ આવનારા સમયમાં આ છેતરપિંડીનો ભોગ બનનાર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ તેવી જાણકારી મળી રહી છે. ભોગ બનનાર દ્વારા જાણવા મળ્યું હતું કે, તેણે 76 હજાર ભર્યા હતા, જેમા પ્રથમ દિવસે 13,650 રૂપિયા આવ્યા. પછી એ કંપનીએ એક ટકો પણ પરત આપેલ નથી, એટલે 62,350 રૂા. તૂટયા છે.